પ્રસ્તાવના

શ્રી એસ. બી. પટેલ - પ્રમુખશ્રી

મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટની વેબસાઇટની પ્રથમ આવૃત્તિ રજુ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. સંસ્થાની શરૂઆત "મહી-પાનમ પટેલ સમાજ, વડોદરા યુનિટ" ના નામથી તા: 31-10-1985 થી થઇ. ત્યારબાદ આપણે સૌ બાવન અને બેતાલીસ વિભાગના લેઉઆ પટેલ ભેગા મળીને "મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટ" નું રેજીસ્ટ્રેશન તા: 31-1-1998 ના રોજ કર્યું. તબક્કા વાર જોઈએ તો સંસ્થાની સૌ પ્રથમ પરિવાર દર્શનિકાનું નિર્માણ 1994 માં થયું. તેમ કરતા 2008 માં તેની ચોથી આવૃત્તિ બનાવી, જેમાં સભાસદોની સંપૂર્ણ વિગતો રંગીન ફોટા સાથે પ્રસ્તુત થઇ.

Read more
 

મંત્રીશ્રીનું નિવેદન

શ્રી અશોક સી. પટેલ

મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટના પરિવાર દ્વારા યોજીત સ્નેહ સંમેલન પર્વ સમયે આ સમાજની પરિવાર પરિચય પુસ્તિકા આપ સૌના હાથમાં મુકતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

Read more
 

ઉપપ્રમુખશ્રીનું નિવેદન

શ્રી પી. એસ. પાટીદાર

સૌને નવા વર્ષની શુભકામનાઓ... આપ સૌએ મને મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે સેવા કરવાની ઉમદા તક આપી તે બદલ હૃદયથી આભાર માનું છું.

Read more
 

તાત્કાલિક પૂર્વ પ્રમુખનું નિવેદન

શ્રી બી. એસ. પટેલ

આપ સૌએ ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. શ્રી એસ. વી. પટેલના આકસ્મિક દુઃખદ અવસાન પછી મને મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટ, વડોદરાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સોંપી ટ્રસ્ટની જવાબદારી અદા કરવાની ઉમદા તક આપી તે બદલ આપ સૌનો હાર્દિક આભાર.

Read more
 

સ્થાપક પ્રમુખશ્રીનું નિવેદન

શ્રી ડી. વી. પટેલ

જય શ્રી કૃષ્ણ તેમજ શુભેચ્છા સહ...
આપણા સમાજ માટે કંઈક કરીએ તેવા વિચાર આવતા સરદાર જયંતિ ના રોજ 1985 ના મહી તથા પાનમ ના કિનારે અને આસપાસ વસતા આપણા પટેલ સમાજના વડોદરામાં સ્થિર થયેલા સભ્યો એકત્રીત થઇ મહી-પાનમ સમાજની સ્થાપના કરી..

Read more
 

સ્થાપક મંત્રીશ્રીનું નિવેદન

શ્રી એચ. વી. પટેલ

મહીસાગર તથા પાનમ નદી વચ્ચેના અને આસપાસના પટમાંથી એટલે કે લુણાવાડા, સંતરામપુર, કડાણા તથા ખાનપુર તાલુકાના વતની લેઉઆ પટેલ વડોદરામાં વસતા હોય તેવા સમાજ ને 'મહી-પાનમ પટેલ સમાજ' એવા નામથી તા: 31-10-1985 ના રોજ સ્થાપના કરવામાં આવી.

Read more
 

મહિલા મંડળનું નિવેદન

"કોઈપણ સમાજનો વિકાસ જોવો હોય તો તે સમાજમાં મહિલા-શિક્ષણ અને મહિલાઓને સમાજમાં મળતા સ્થાન ઉપરથી જ નક્કી થઈ શકે છે. મહિલાઓ માં જાગૃતિ હશે તો જ સમાજમાં સારા સંસ્કાર અને જાગૃતિ આવી શકશે. આપણા સમાજમાં હવે બહેનોએ શિક્ષણ ક્ષેત્રે તેમજ સામાજીક અને અન્ય ક્ષેત્રે ઘણી સારી પ્રગતિ કરી છે. જેનો શ્રેય આપણા પટેલ સમાજના દીર્ઘ દ્રષ્ટિવાળા સર્વ ભાઈ-બહેનોને ફાળે જાય છે. સમાજમાં સમય સાથે દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવ હવે નામશેષ થઇ ગયા છે.

Read more