cafe

 
 
 
  • સન્ 2014માં મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટ, વડોદરાની વેબસાઈટ બનાવવાનું નક્કી કર્યું અને સંસ્થાના સભ્યોને કુટુંબની તમામ માહિતી પુરી પાડવા માટે અપીલ કરવામાં આવી. લગભગ 550 સભ્યો ધરાવતી આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 300 જેવા સભ્યોએ પોતાના કુટુંબની માહિતી મોકલી આપી. સંપૂર્ણ રાહ જોયા પછી સન્ 2016માં વેબસાઈટ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આપ સૌને વિદિત થાય કે આ રાહ જોવામાં સમય થોડો વધારે થયો હોઈ, હાલ પ્રદર્શિત માહિતીમાં થોડા ફેરફારની જરૂર રહેશે જ. આપ સૌને વિનંતી કે આ માટે સંસ્થાના એડમીનનો E-mail થી સંપર્ક કરશો જેની માહિતી વેબસાઈટના Contact Us પેજ પરથી મળી રહેશે.

    વેબસાઈટ પર ધંધાકીય તથા શુભેચ્છાલક્ષી જાહેરાત થઇ શકશે. માહિતી માટે પ્રમુખશ્રી/મંત્રીશ્રીનો સંપર્ક કરવા વિનંતી.

    વેબસાઈટમાં દર્શાવેલ માહિતી ભુલ રહિત બને તેવી તૈયાર કરવામાં સર્વ પ્રયત્ન કરેલ છે, છતાં અજાણ પણે કુટુંબ પરિચય તથા અન્ય વિગતોમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો દરગુજર કરશો.

     

    આભાર...

    નિયતિ કે. પટેલ રમણ એસ. પટેલ   શૈલેષ એમ. પટેલ
    કશ્યપ આર. પટેલ     નીતિન એ. પટેલ
  • રક્તદાન મહાદાન. લોહી અમૂલ્ય છે, વેડફશો નહીં.

    મહી-પાનમ પાટીદાર સમાજના યુવાનો દ્વારા ઇન્દુ બ્લડ બેન્ક, વડોદરા સાથે સંયુક્ત રીતે યોજીત રક્તદાન શિબિરમાં એકત્રિત થયેલ બ્લડ જરૂરિયાત પ્રમાણે દર્દીઓને મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે. તે માટે દર્દીનું નામ તથા બ્લડ ગ્રુપ અને હોસ્પિટલના નામની વિગત સાથે શ્રી શૈલેષ એમ. પટેલ - 9426723951 નો સંપર્ક કરવો. કોઈ કારણસર શૈલેષ એમ. પટેલનો સંપર્ક થઇ શકે નહિ તેવા સંજોગોમાં (1) શ્રી રમણ એસ. પટેલ - 9825129989 (2) શ્રી નિતીન પટેલ - 9824301003 અથવા ઇન્દુ બ્લડ બેંક પર જઈ ત્યાંથી ઉપરોક્ત વ્યક્તિઓને ફોન પર સંપર્ક કરવો.

     

    આપણા રક્તદાનથી કોઈ નવજાત શિશુને નવજીવન મળશે, એની જનેતાના જીવનની રક્ષા થશે, કોઈનું સૌભાગ્ય અખંડ રહેશે, કોઈની બુઝાતી જીવન દીપ જલતી રહેશે.

સન્ 1985 માં સરદાર જયંતિના રોજ સમાજ માટે કંઈક કરવાનો વિચાર વડોદરામાં વસતા પટેલ સમાજના યુવાનોને આવ્યો અને તેમાંથી "મહી-પાનમ પટેલ સમાજ, વડોદરા યુનિટ" ની રચના થઇ.

 

કાળક્રમે, મહી અને પાનમ નદી તથા આસપાસના વિસ્તારના મૂળ વતની પાટીદાર સમાજના સૌએ ભેગા મળી સન્ 1998 માં સદર સંસ્થાને “મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટ, વડોદરા” ના નામથી રજિસ્ટર કરાવ્યું.

 

સામાજીક કાર્યક્રમો સાથે સંકળાયેલી આ સંસ્થા બ્લડ ડોનેશન કેમ્પ, સ્નેહ-મિલન સમારંભ, આધ્યાત્મિક પ્રવાસો, ઐતિહાસિક સ્થળોની મુલાકાતો, શૈક્ષણિક પ્રોત્સાહન સમારંભ, સામાજીક નાટકો જેવી પ્રવૃત્તિઓ આજ સુધી કરતી આવી છે.

 

મહી-પાનમ કાંઠાના વડોદરામાં વસતા પરિવારોનું સંકલન કરી, તેમની સંપૂર્ણ વિગતો જેવી કે વતનનું સ્થળ, સરનામું, વડોદરાનું રહેઠાણનું સ્થળ, જન્મ તારીખ, નૌકરી/ધંધાનું સ્થળ, બ્લડ ગ્રુપ વગેરે વાળી માહિતી પુસ્તિકાનું નિર્માણ કરવામાં આવ્યું.

 

બદલાતા જમાનામાં સમય સાથે પરિવર્તન પણ જરૂરી છે. જે વસ્તુસ્થિતિ ધ્યાનમાં રાખી સંસ્થાની વેબસાઈટનું નિર્માણ કર્યું તથા સભ્યોની તમામ માહિતી આ વેબસાઈટમાં ઉપલબ્ધ થાય તેવું નક્કી કર્યું. સાથે સાથે શૈક્ષણિક સેમિનાર, મેડિકલ ચેક-અપ કેમ્પ, કૃષિ વિષયક કેમ્પ, રોજગાર લક્ષી માર્ગદર્શન, મેરેજ બ્યુરો, વગેરે વગેરે પ્રવૃત્તિઓ પણ હવે પછીના સમયમાં કરવામાં આવે એવું નક્કી કર્યું.

 

સમાજના યુવા મિત્રોએ સ્વૈચ્છિક રીતે તૈયાર થઇ સંસ્થાને યોગ્ય દિશામાં આગળ ધપાવવાનો સમય હવે આવી ગયો છે. આપ સૌ યુવા મિત્રોને આ બાબતે આગળ આવવા અપીલ કરીએ છીએ. જે સહર્ષ સ્વીકારીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરશો.

 

આપ સૌના સહકાર વગર ઉપરોક્ત પ્રવૃત્તિઓ શક્ય નથી. અતઃ આ એક સામાજીક જવાબદારી સમજી તેમાં સહભાગી થઇ, પરિપૂર્ણ કરવા હૃદય-મન-ધન થી સંપૂર્ણ સહકાર આપશો તેવી આશા સહ...

 

News

Quotes

બીજા શું કરે છે તે સામું ન જોવું પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે.

  - સરદાર પટેલ

 

સમાજની સેવા કરવાનો અવસર આપણને સમાજનું ઋણ ચુકવવાની તક આપે છે.

  - નરેન્દ્ર મોદી

Contact Us

Mahi-Panam Samaj Seva Trust

A-103, Vrundalaya Flat,

B/h Status Restaurant,

Ellora Park, Subhanpura

Vadodara-390023

Give us a Ring

Phone:+91-9428549750

Email Us: info@mahipanamvadodara.com